નવી દિલ્હી : દિલ્હી પોલીસે (Delhi Police) શાહીન બાગ (shaheen bagh)માં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શાહીન બાગમાં છેલ્લા 77 દિવસથી સીએએ અને એનઆરસી વિરોધી આંદોલન ચાલી રહ્યો છે અને પ્રદર્શનકારી એક રસ્તા પર ધરણા પર બેઠા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP નેતા કપિલ મિશ્રાએ કર્યો મોટો દાવો, મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકીઓ 


પોલીસનો દાવો છે કે 1 માર્ચના દિવસે હિંદુ સેનાએ શાહીન બાગમાં પ્રદર્શનની ઘોષણા કરી હતી પણ આ પ્રદર્શન છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રદર્શન રદ થયા પછી પણ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી દીધી હતી.  આ મામલે જોઇન્ટ કમિશનર ડી.સી. શ્રીવાસ્તવે કહ્યું છે કે અમારી પાસે પુરતી ફોર્સ છે. અમારો પ્રયાસ છે કે શાંતિ જળવાયેલી રહે અને લોકોમાં સુરક્ષાની ભાવના ફેલાય.


ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષી અક્ષયનો નવો દાવ, ફરી કરી દયા અરજી


શાહીન બાગ (Shaheen Bagh)માં સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વરિષ્ઠ વકીલ સંજય હેગડે (Sanjay Hegde) અને સાધના રામચંદ્વન (Sadhna Ramachandran) પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા પહોંચ્યા પરંતુ કોઇ સમાધાન ન નિકળ્યું. શાહીન બાગનો રસ્તો ગત બે મહિનાથી બંધ છે. મુખ્ય માર્ગનો રસ્તો ખોલવાનો પ્રયત્ન ચાલુ છે પરંતુ વાત આગળ વધી નહી. વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે આંદોલન ઉદાહરણ બને. આ પહેલાં 26 ફેબ્રુઆરીએ શાહીન બાગમાં રસ્તો ખોલવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સમયે પણ સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું હતું કે શાહીન બાગની અરજી પર સુનાવણી માટે યોગ્ય માહોલ નથી એટલે એને ટાળવાનો નિર્ણય જ યોગ્ય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...